STORYMIRROR

BHAVESH BAMBHANIYA

Others

3  

BHAVESH BAMBHANIYA

Others

પરદેશી પારિજાત

પરદેશી પારિજાત

1 min
242

નરમ સ્કંદનથી ભીતરની દીવાલ રોમેરોમ ઝણઝણી ઊઠી, 

અંતરમાં સ્પર્શની અનાયાસ સંગમ થઈ ઊઠી, 


હતાં તો કેવળ પરદેશી પારિજાત અમો કોઈક વેળા, 

હૃદયથી હૃદયની આમ જ ક્યાંય દોસ્તી થઈ ઊઠી, 


આમ તો હતાં કોઈ બગીચાના અમે એક ફૂલ એવા, 

ખરીને અહીં ફંગોળાઈ આવતા આપની મૈત્રી થઈ ઊઠી, 


એમ આપ ના ગણાવશો દ્વિજ અમોને આજ, 

અતિફને ભીતરથી સંશય આ પળ સાવ ઉલેચાય ઊઠી, 


આતમો તો આ ભીંજાયો છે ઊર્મિના વરસાદમાં, 

ખોટું ના લગાવશો એમાંય આ ચોમાસાની અસર થઈ ઊઠી, 


આવી ગયા છો હૃદય લગોલગ ઘણા આપ હવે, 

ખરેખર કહેજો કોઈ એક તો નસ અદ્વૈત બની ઊઠી ? 


Rate this content
Log in