પુરી થઈ જશે
પુરી થઈ જશે
ધબકતી આ જિંદગી આમ જ પુરી થઈ જશે,
હૃદયની વાતો પળમાં જ સાવ વિલોપાય જશે.
કર્યા હશે કર્મો-વિકર્મો કુદરતના ગણિત પ્રમાણે,
માણસ તરીકે અગણિત સ્મરણો દેહ સાથે જ સમયસર બુજાય જશે.
નહીં રહે રંક રાજાની ઓળખાણ પછી ક્યાંય કદીએ,
સઘળા જીવાત્માની સંગે જ અપૂર્વ તાદાત્મ્ય સંધાઈ જશે.
તારવી શકે છે હર લોક માનવ તરીકે હર ભાગમાં મુને આજે,
જીવ ઓઝલ થતાં આ દેહ પણ નક્કર ચીજમાં ફેરવાઈ જશે.
ગાળી હશે જેટલીએ સારી નઠારી ક્ષણો આખે જન્મારે,
સમયાંતરે જીવતાં જોગીના ઉરમાં સ્મરણો સ્વરૂપ રહી જશે.
દોડ્યો હઈશ કેટલુંય હાંસલ કરવા અંતરમન અહીં ત્યાં,
અગ્નિ સાથે મિનિટો ને કલાકમાં તે સઘળું ભસ્મ થઈ બળી જશે.
