STORYMIRROR

BHAVESH BAMBHANIYA

Others

3  

BHAVESH BAMBHANIYA

Others

તાવતે તારી રફતાર

તાવતે તારી રફતાર

1 min
181

તાવતે તારી રફતાર કેવી રે આ જિંદગી અઢળક ખોવાઈ ગઈ, 

રોકાવવા છતાંય તું રોકાયો નહીં આ અદીઠી તારાજી સર્જાય ગઈ, 


સૌના હૃદયમાં હામ હતાં કે દાદા તુજને સંભાળી લેશે, 

તે કેવા આ ખેલ ખેલ્યાં ભાઈ બાજી આ સઘળી વિખાઈ ગઈ, 


દીવ દારૂના દેહે થઈ તું અટકવા અહીં ઝાઝું લાગ્યો, 

કલાકો કાઢી આકરી અંતે આ અવનીય ડઘાઈ ગઈ, 


ચાળીસ વર્ષે તું ફરી ક્યમ આવ્યો આ જ ધરાને ઢંઢોળવા ? 

સમજતા સઘળું તુજને જોતા નયન ચોધારે વરસી ગઈ, 


શોભા પૃથુની પ્યારી હતી એ તારાથી શાને વિખરાઈ ગઈ, 

વકર્યો હતો તું તાવતે વેગળા જીવસૃષ્ટિ ઘણી અહીંની ઓલવાઈ ગઈ.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍