STORYMIRROR

BHAVESH BAMBHANIYA

Others

3  

BHAVESH BAMBHANIYA

Others

ચાલી કાગળ પર કલમ

ચાલી કાગળ પર કલમ

1 min
147

ચાલી કાગળ પર કલમને અવિરત હરજ બની ગઈ, 

છંટાતા શબ્દોની છાંટમાં કોઈના જીવનની ગઝલ બની ગઈ, 


ઢાળી છે જિંદગીને અઢળક એવા ઓથે, 

સમરતા હર સંબંધોની સાંકળને ગઝલ બની ગઈ, 


શોધ્યા છે છીંપલાં સાગર તટે બેઠા ઘણી વેળા, 

મોજાની મોજ માણતા સમયની કસર પડી ગઈ, 


જાણી નહોતી ખુદને જ ભીતર આવી ઓળખ, 

કદીક એકાંતને ફંફોસતાં કંઈક ખબર પડી ગઈ, 


કલાને ઉધઈ ખાવા દીધી'તી ઘણાય વર્ષોથી, 

એ જ શબ્દોની હારમાં આજ ગઝલ બની ગઈ, 


ખોલી છે ગાંસડી ઘણા પૂર્વ સમયની મિત્રો આજે, 

છપાયેલા કેટલાય ચહેરાઓને ભણતા ગઝલ બની ગઈ, 


પૂછે છે હૃદય મારું જ મુજને હર પળ, 

કેટલીય યાદોને વાગોળતા ભાવેશ ગઝલ બની ગઈ.


Rate this content
Log in