રંજ નથી
રંજ નથી
1 min
151
સમજો છો સત્ય તોએ હકીકતમાં શાને રસ નથી,
નહીં કરો વાત દેખીતી હવે અમથો જરાયે રંજ નથી,
ડૂબી રહી છે નાવ પણ મઝધારે આજ ઘણી હૃદયના સાથમાં,
કેવા પ્રાણી છો કે હવે જોવામાં પણ લેશ માત્ર જશ નથી,
ડોકિયું કદીક કરી જોજો ખુદનેય મથાળે મેલી,
જીવન ઊંચું જીવો છો તો નયન જરા ઢાળવામાંય રસ નથી,
કલ્પનાઓ કરે છે હર કોઈ લોક વિભિન્ન વાતોની ભાવેશ,
માણસ થઈને માણસને જ આજે અંતરમન ઉપદ્રવવામાં રંજ નથી.
