STORYMIRROR

Pushpa Maheta

Romance

3  

Pushpa Maheta

Romance

નાહોલીયા

નાહોલીયા

1 min
14K


 

જન્મોજનમ આવ્યા ગયાના ફેર રે નાહોલીયા,

કેવા ઋણાનુબંધના આ ખેલ રે નાહોલીયા?

બે મન મળ્યા નયનો ઢળ્યા ને ઊર્મિ હિલ્લોળે ચડી,

ને લાગણીના પૂર રેલમછેલ રે નાહોલીયા.

તું લહેરખી થઈને વહે, ચૂમે ચૂમે છુપાય પણ,

તારા સ્મરણમાં છે ગઝબનો કેફ રે નાહોલીયા.

દુષ્યંત જેવો રાજવી વિસરી ગયો શકુંતલા?

મારી વીંટીનો તો અનોખો ભેદ રે નાહોલીયા.

સોળે સજી શણગાર ઊભા બારને લઈ બેડલું,

મારી ઉતારો સાવ કોરી હેલ રે નાહોલીયા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance