STORYMIRROR

Vishal Parmar

Romance

3  

Vishal Parmar

Romance

સૌંદર્યની પ્રતિમા

સૌંદર્યની પ્રતિમા

1 min
13.9K


નથી કોઈ શબ્દો વર્ણવવા તને મુજ પાસે

આંખો તારી મૃગનયની પ્યાસ તારી મૃગજળ ભાસે...

કમળસમું કોમળ શરીર પર્ણ સમા કર્ણ,

કમર તારી નાજુક નમણી મુજને વેલ સમી ભાસે...

નખ તારા સાગરના મોજાના ફીણ સમા શ્વેત,

હોઠ જાણે ગુલાબની પાંખડી સમ રાતા રસભર ભાસે...

સૌંદર્યની પ્રતિમાસમ ઈશ્વર પણ પડે તારા પ્રેમમાં,

તારા સૌંદર્યમાં મુજને સામવેદનો અનંત શૃંગારરસ ભાસે...

અંતે કહે "અંત" તો ન માને સ્વર્ગ કે નર્કમાં,

પણ તુજ વર્ણનમાં મુજને આ ધરા પર જાણે સ્વર્ગ ભાસે..


Rate this content
Log in

Similar gujarati poem from Romance