STORYMIRROR

Smita Shukla

Romance

3  

Smita Shukla

Romance

અઢી અક્ષરની કમાલ

અઢી અક્ષરની કમાલ

1 min
14.4K


 અઢી અક્ષરનો આ શબ્દ છે નાનકડો,

      ને રચે છે વ્યુહ અજબ ગજબના,

   પ્રેમનો અહેસાસ કરાવીને આનંદની

      અનુભૂતિ કરાવી જાય છે,

   પ્રેમને હજુ માંડ મહેસુસ કરું ન કરું,

      તયાં તો છટકી જાય છે,

   માયુસી છવાઈ જાય છે,

         અઢી અક્ષરનો આ શબ્દ.........!

   રચે છે ખેલ કેવા કેવા ઘડીભર મિલન,

      ને પલભરમાં જુદાઈ,

   વળી સોગાતમાં આપી જાય છે,

 જીવનભરની વેદના, વિષાદ, દર્દ

      મિલન માટે તડપવાની-તરસવાની સજા,

        અઢી અક્ષરનો આ શબ્દ ..........!

 કરે છે કમાલ ગજબની તલપની,

     નજરથી નજર મિલાવી દિલને ઘાયલ કરે,

 ને કેમ છો ? પૂછતાં જ

      હરખના આંસુ છલકાવી જાય છે,

 પ્રેમનો અે બીન મોસમી વરસાદ કેવો વરસાવે,

     વરસાદમાં ભીંજાઈને તરબતર થઈ,

પ્રેમને માણું આંસુનું બુંદ હથેલીમાં ઝીલું હરખનું,

     વરસાદ થંભી જાય છે ને પછી......

સૂકું કોરું માત્ર અંધકાર છવાઈ જાય છે,

    નયનોમાં રહી જાય ફક્ત યાદોના તોરણ,

આંસુ સાથે બંધાય જીવનભરનો નાતો,

    વિરહની વેદના, મિલનની તરસ, ભેટ રૂપે,

દર્દ સાથે મૃત્યુ પર્યંતનો અતૂટ સંબંધ,

    કેવી કરી જાણે છે ને કમાલ આ

નાનકડો પણ સૈાને ગમતો શબ્દ,

     અઢી અક્ષરનો આ શબ્દ...........!


Rate this content
Log in

Similar gujarati poem from Romance