STORYMIRROR

Smita Shukla

Others

3  

Smita Shukla

Others

છોને અનરાધાર વરસે વરસાદ

છોને અનરાધાર વરસે વરસાદ

1 min
13.1K


અંબરે ધેરાતા વાદળાં ઘનધોર,
નાચે મનડાનો મોર,
કરે દિલડું કરે કલશોર,
ત્યારે ઘેરાતી મદમાતી શ્યામલી રાત.

મદમાતી રાત મહી મધરાતે મેહુલિયો વરસે,
ને નિદર વેરણ થઈ વરસે,
વિરહના અશ્રુની બુંદ બુંદ સરકે,
તોય મેઘધનુષ આખોમાં ફરકે,
હલકે હલકે વરસાદી મોસમ છલકે,
ઘુંઘટની આડમાં મુખલડું રતુંબડું મલકે,
મિલનનો રંગ મારે અંગે અંગથી નિતરે,
જાગે ઉન્માદ, વરસવાદો હવે કેફિલો વરસાદ,
છોને અનરાધાર વરસે વરસાદ !

મંદમંદ વાતો સરકતો મદમાતો,
ઓલો મસ્તીખોર પવન જોને,
ગાઈ રહ્યો મધુરા રસીલા ગાન,
સોનેરી રૂપેરી ઓઢણી ઓઢી,
ધરતી બની ગુલતાન,
હૈંયામાં ઉમટ્યા મેઘધનુષી તોફાન,
જાગ્યો પીયા મિલનનો ઉનમ્માદ,
વરસવાદો હવે શબનમી વરસાદ,
છોને અનરાધાર વરસે વરસાદ !

એય! બેફિકર ભાનુ !
જરા ધીમા તપો, ખમ્મા કરો !
અંગારા વેરતા તડકાના તોરમા,
આખુય મલક બળે ભડકે,
ઝાડ પાન બાગ બન્યા ઉજ્જડ વેરાન,
ને આ ધરાય બની સૂકી વેરાન,
માનવીયુ ખોઈ બેઠા ભાન, આભ ભણી.

મીટ માંડી બેઠું પેલું 'ચાતક',
પાણીની બુંદ કાજ તરસે, ને પૂછે વિનયમાં,
વરસાદ ક્યારે હવે વરસશે?

ડુંગર ઓથે દેશ તમારો જરા મારી આવોને લટાર,
લ્યો ! આ પહેરી લ્યો કેસરીયા વાઘા,
થોડા દિ’ જાવ આઘા આઘા, પાડશું અમે સાદ,
તે દિ’ આવજો તમારે મુકામ,
વરસવાદો મદમસ્ત વરસાદ,
છોને અનરાધાર વરસે વરસાદ !


Rate this content
Log in