STORYMIRROR

Smita Shukla

Others

3  

Smita Shukla

Others

પહેલો વરસાદ ----

પહેલો વરસાદ ----

1 min
27.7K


 પહેલો વરસાદ ધોધમાર વરસ્યો
અંતરના આંગણે આવીને વસ્યો
કંકુ -ચોખલિયાથી  હેતે વધાવ્યો
મઘમઘતા ફૂલોથી એને સજાવ્યો

                મારા હૈયામાં આનંદ છવાયો રે ...

આંબલિયાની ડાળ ડાળ પર
સરવરિયાની પાળ પાળ પર
નેવાલિયાની ધાર ધાર પર
ઝરમર વરસે આરપાર પર

               મારા હૈયામાં આનંદ છવાયો રે ..

ખોબલીયે ખોબલીયે જાળવીને રાખ્યો
પૂનમની ચાંદનીમાં સાચવીને રાખ્યો
હેતના હિલ્લોળે પંપાળીને રાખ્યો..
મારામાં મીઠોમધ ઢાળીને રાખ્યો

              મારા હૈયામાં આનંદ છવાયો રે ..

પિયુને મોકલી છે વર્ષાની ધાર
એમાં મુક્યો છે હૈયાનો આધાર
વાવડ લાવ્યા છે આ વાદળ અપાર
મનડું તો મોર બની નાચે ચિક્કાર

             મારા હૈયામાં આનંદ છવાયો રે .


Rate this content
Log in