STORYMIRROR

Smita Shukla

Others

4  

Smita Shukla

Others

માડી તું વ્હાલ વરસાવતી

માડી તું વ્હાલ વરસાવતી

1 min
27.7K


ઝાલર ટાણે, ચંન્દ્રની સાખે,વહેલી સવારે પાંચ ના ડંકે,  
મા તું નિત્ય ઉઠતી, ને અપલક ઝપલક મને જોતી,   

દૂર થી જનેહ વરસાવી સ્મિત વેરતી, 
માડી તું કેટલું વ્હાલ વરસાવતી!

નિંદર ન ઉડે,સપનાં ન તૂટે, 
ધ્યાન તુ એ રાખી હળવે હળવે હાલતી, 

ઝાપટ ઝૂપટ કરી,સંજવાળુ વાળી,
શિરામણ કરી હેતથી ઉઠાળતી,       

માડી તું કેટલું વ્હાલ વરસાવતી!
માથે હાથ ફેરવી,ભાલે મીઠી ચૂમી ભરતી, 

સહેજ અડે તડકો,તો પાલવ ધરી ઓછાયો કરી, 
ધીમેથી માડી તું ઢંઢોળતી,આંખોથી અમી વરસાવી ઉઠાડતી,  

માડી તું કેટલું વ્હાલ વરસાવતી!
તારા ટેરવાં ના સ્પશૅ ને પાલવની હૂંફે હું ઉઠતી, 
તારો સ્મિત સભર ચહેરો જોઈ હું હરખાતી,
ગળે વળગતી ત્યારે તું મીઠો ઠપકો દેતી,પ્રેમ વરસાવતી,    
માડી તું કેટલું વ્હાલ વરસાવતી!ખિજાતી,વઢતી,
મારતી ને હું રિસાતી ખૂણે બેસી રડતી,  
 ત્યારે તારું કાળજું કપાતુ ને તું ચોધાર આસું સારતી,
મને મનાવી કોળિયા ભરી જમાડી છાતી સમુ ચાપતી, 

આસુંડા લૂછી બકી ભરી વહાલ કરતી,      
માડી તું કેટલું વ્હાલ વરસાવતી!મા તું રોજ યાદ આવતી!


Rate this content
Log in