STORYMIRROR

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

ૠણાનુબંધો

ૠણાનુબંધો

1 min
13.6K


એક દિવસ પણ ભગવાનને

નહીં ભૂલનાર હું,

સાચા ધરમને મારગે આગળ

વધનાર હું....

સુખ દુઃખનો સાથી બનીને

જિંદગીના દરેક વળાંકે

દરેક જવાબદારીઓમાં

ભગવાનના સાથ સહકાર સાથે

આજે સંસારરુપી નાવને

મધદરિયેથી કિનારે કયારે

લાવ્યો તેની ખબર જ ના રહી.

બધા દિવસો એક સરખા હોતા નથી.

દુનિયાની આંટીઘૂંટીમાં ફસાયેલો

માનવી ભૌતિક સુખ માટે આંધળી

દોટ મૂકે છે. અને એમાં સાચા સુખના

દિવસો ગુમાવે છે...

જીવન જીવવા જીવનદોરી

આપણે જાતે નક્કી કરવી પડે છે..

જીવનની ચડતી પડતી બહુ નજીકથી જોઈ છે.

ૠણાનુબંધો ઘણા... વિટંબણાઓ સાથે સમય પસાર કરવો...

મારા સંસારમાં મોતીને એક

બીજામાં પરોવીને રાખી

કઠિન સમય પસાર કર્યો..

કયારેય નાસીપાસ ન થનાર હું

અને મારી મીનુ .

બાળકોના સાનિધ્યમાં કયા સવાર અને કયા સાંજ....


Rate this content
Log in

Similar gujarati poem from Romance