કબૂલાત
કબૂલાત


ધીરજ ધરજો સાગર હું આવીને મળીશ.
રહેજો સદા માતબર હું આવીને મળીશ.
તમારે તો ગરજવુંને ઉછળવું બે જ કામ,
રાખજો થોડીક સબર હું આવીને મળીશ.
ઊંચેથી નીચે આવવાનું કૈં સરળ નથી એ,
પ્રતિક્ષા કરશો અગર હું આવીને મળીશ.
શૈલજા હું મારે પિતાનુંય વિચારવાનું હોય,
નારી જાત છું આખર હું આવીને મળીશ.
સરિતા સાગર અભિન્ન દૂરથી હો ઝંખતાં,
તજવાનું પિતાનું ઘર હું આવીને મળીશ.
છું સમર્પિત અબ્ધિ સંગાથે મળવાની હું,
નથી કોઈનો મારે ડર હું આવીને મળીશ.