Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shilpa Sheth

Romance

4  

Shilpa Sheth

Romance

હળવાશ ૪૦

હળવાશ ૪૦

1 min
23.2K


આંખોમાં તારી જો મને ભીનાશ લાગે છે હવે, 

જો તું હૃદયની આમ મુજને પાસ લાગે છે હવે.


તારા અધર છે પાંખડી માફક ખીલેલા જોઈને, 

જોને મને એ સ્મિતમાં મીઠાશ લાગે છે હવે.


તારી લટો છે આમ ખુલ્લી ને લહેરાતી ઘટા,

જાણે ધરાની સાથ તો આકાશ લાગે છે હવે. 


તારું ય હૈયું આજ લાગે તો ધબકતું મારી સમ, 

એ ધડકનોમાં કેમ જાણે પ્યાસ લાગે છે હવે.


જોને હવે તું કલ્પનામાં સ્થિર થઈને છે ઉભી,

તું સ્વપ્નમાં પણ આવજે હળવાશ લાગે છે હવે.


આ 'શિલ્પ' ની મૂરત હવે આકાર થી ઉજળી થઈ,

જો કેટલો આ મુખ પર ઉલ્લાસ લાગે છે હવે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance