આભાસ છે
આભાસ છે
1 min
240
મન મૂકીને હું જીવું છું એ કેવળ આભાસ છે,
મારું ધાર્યું થાય સાચું એ ખોટો આભાસ છે,
મરજી ઈશ્વરની જ ચાલે સત્ય કેવળ એ જ છે,
સાચના કર્મો કરો તો દુઃખ પીડા આભાસ છે,
એ જ લણશો જે છે વાવ્યું તો પછી પસ્તાવો કાં ?
સમજણ સાચી વાપરો ને પ્રારબ્ધ આભાસ છે,
આજે કરશું, કાલે કરશું, કરશું ટાણાં પર હવે,
સમયને બાંધી શકો ના, સ્થિરતા આભાસ છે,
માનતા ધાગા ને પૂજન કરતાં સૌ કોઈ "શિલ્પ"નું,
પાક દિલનું માન્ય થાતું ને બાકી આભાસ છે.
