તારા વગર
તારા વગર
જિંદગી શું જીવવી તારા વગર,
ફકત શોધે છે તને મારી નજર.
ચોતરફ છે ચાહકોની ભીડ ને,
એટલે સમજાય ના મારી કદર.
કેમ તારી આંખમાં આવી ચમક ?
બસ મને મળવા પછીની છે અસર !
થાય બદનામી મહોબતમાં ઘણી,
છે કઠિન ચાહત ભરી આ તો સફર.
આ ધરા પર હું રહું કે ના રહું,
યાદમાં મારી તું રે'જે તરબતર.
ચાંદ તારા આગિયા ને વાદળા,
આપણાં અદ્ભૂત સપનાનું નગર.
જો મળે કે ના મળે મન રાચતું,
'શિલ્પ' સાથે ચાલશે આખી ડગર.

