મારા પ્યારા બાપુ જો
મારા પ્યારા બાપુ જો


મહાત્મા ગાંધી બાપુ હાથે લાકડી,
આંખે ચશ્મા, પોતડી પહેરી ચાલ્યા જો.
એકવડિયું શરીર છે જેનું,
ગાંધીજી જણાયા જો.
આઝાદીની ચળવળ માટે,
અહિંસાને અપનાવ્યા જો.
સત્યની સરગમ સજાવી,
તન-મનને જગાડ્યા જો.
સ્વાવલંબી બનવા કાજે,
ચરખાને ચલાવ્યા જો.
વિદેશી વપરાશ ઘટાડી,
સ્વદેશી બનાવ્યા જો.
હથિયાર વિના ભારતમાંથી,
અંગ્રેજો ભગાડ્યા જો.
પોતાનું સર્વસ્વ ત્યાગી,
આંદોલન સ્વીકાર્યા જો.
ગાંધીજીના નેતૃત્વમાં,
આઝાદીને પામ્યા જો.
દેશનાં 'બાપુ' બનીને,
'મહાત્મા' કહેવાયા જો.