મારી મા
મારી મા

1 min

23.6K
દેહ મારો પણ સદા તારા થકી સોહાય મા.
નેહ આ તારો હવે તો આંખમાં ડોકાય મા.
જે મળ્યું છે જિંદગીમાં, સાર તારો વારસો,
પ્રીત હો સંસ્કારમાં તો, વાવણી ગોતાય મા.
લાગણીઓ મેં વહાવી કામ બીજાનાં કર્યા,
સ્વાભિમાની જો બની તો, લોકમાં ટોકાય મા.
વાત બચપણની કદી જો, યાદમાં હસતી મળે,
તારું શરણું શોધવાને, મારું મન લોભાય મા.
તેં જગતની રીત પાળી ને વળાવી સાસરે,
'શિલ્પ'ના આંસુ હવે ના રોકતા રોકાય મા.