આઝાદી છે
આઝાદી છે


તન મન ધન ન્યોછાવર કરનાર હર એકને આભારી છે,
સલામી,આ શહીદો ત્યાગે, દેશને મળી આઝાદી છે.
લૂંટફાટ ને મારપીટ અપમાનને અત્યાચાર સહ્યા,
સત્ય અને અહિંસાના માર્ગે, દેશને મળી આઝાદી છે.
ધૈર્ય રાખી નીડર બની, નિશ્ચિત ડગર ચાલતા રહ્યા,
ભારતના વીર સપૂત થકી દેશને મળી આઝાદી છે.
દિવસ-રાત, મહિના-વરસ એટલામાં ના થમ્યું,
દાયકા ને સદીના વીત્યા, દેશને મળી આઝાદી છે.
ઉગ્યો છે સોનાનો સૂરજ, સ્વતંત્રતા પણ મળી ખરી,
એકતાના મનોબળ લીધે, દેશને મળી આઝાદી છે.
આત્મબળ આત્મચિંતન આત્મનિર્ભર બનશું હવે,
સ્વાવલંબી સર્વ શ્રેષ્ઠ બનવા, દેશને મળી આઝાદી છે.
માન ને સન્માન સાથે આત્મગૌરવ માણવા,
વિશ્વમાં વિખ્યાત ભારત દેશને મળી આઝાદી છે.