શકે
શકે


મને સાથ તારો હસાવી શકે,
હકીકત મને તો રડાવી શકે,
ભલે આજ આવે મુસીબત ઘણી,
કરી સામનો તું હરાવી શકે,
પરિવાર સાથે મઝામાં રહી,
ભવન ખૂબ સારું સજાવી શકે,
ઘણી યાતના તું સહે એકલો,
છતાં પાઠ નોખાં ભણાવી શકે,
રચે ખેલ જુદાં જગતનો ધણી,
બની નટ અહી તો નચાવી શકે.