પ્રેમ
પ્રેમ
પ્રેમ તો ઈશ્વરે દીધેલું દેણ છે,.
બ્રહ્માજીએ વૈદીક વદેલું વેણ છે.
એક ભાષા હૃદયમાંહેથી ઉતારી,..
કલરવ કરતી જાણે ગગન વિહારી.
તો ખળખળ નિર્મળ ઝરણું,..
કે છમછમ નિર્દોષ ઝરણે તરણું.
પ્રેમના બંધને માનવી બંધાતો આવે,.
હર્ષે-દુઃખે નરમ-ગરમ અશ્રુ વહાવે.
પ્રેમ આખરે જીવન કેરો સહારો,
વહે જીંદગી જો હો મીઠો સથવારો.
સુવર્ણ પડે ઝાંખું પ્રેમની પાસે,
પ્રેમ થકી છવાય આનંદ ચોપાસે..