STORYMIRROR

kruti patel

Romance

4  

kruti patel

Romance

હળવાશ ૨૨

હળવાશ ૨૨

1 min
23.4K

પ્રીતમ રહે સાથે પછી મારે બધે હળવાશ છે,

અળગી રહું આંખે વહે મારે બધે ભીનાશ છે,


હોઠે હજી પણ આપના એ પ્રેમની મધુરાશ છે,

સંગે તમારી જો રહું મારે બધે અવકાશ છે,


પ્રીતમ તણાં એ સ્પર્શમાં કેવી મળે નરમાશ છે !

લાગે છે નાજુક છોડ સમ મારે બધે કૌમાશ છે,


તમને મળીને તો દિલે ટાઢક વળી ને હાશ થઇ,

પ્રીતમ  વિના  પ્રવર્તતો  મારે બધે કંકાશ છે,


કોને કહું ? તમને નિરખવાની હૃદયને આશ છે,

બસ આપ આવો તો પછી મારે બધે નવરાશ છે,


પીરસ્યાં તમે પકવાન અગણિત થાળમાં જમવા ભલે,

માખણ વિના મિસરી વિના મારે બધે કડવાશ છે,


આપે શરણમાં સ્થાન જો વ્હાલો મને દાસી કરી,

કે છે ❛કૃતિ❜, માધવ ભરી મારે બધે મીઠાશ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance