STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

મુસ્કાન તમારી

મુસ્કાન તમારી

1 min
23.8K

ઉરની ઓષ્ઠે લાવી ગઈ મુસ્કાન તમારી,

આનંદને છલકાવી ગઈ મુસ્કાન તમારી.


ખુશી તરવરી મુખમંડળે સ્મિત બનીને,

દિલ હરવામાં ફાવી ગઈ મુસ્કાન તમારી.


ગુમાવી સંકીર્ણતા ઊભય અધરે કેવી,

હેત હૈયાનાં પ્રસારી ગઈ મુસ્કાન તમારી.


રખેને હસી ઊઠ્યું ઉર પુલકિત થઈને,

સ્મૃતિઓ મમળાવી ગઈ મુસ્કાન તમારી.


સપ્તરંગી સજાવટ મન મેઘધનુષ્યની,

શકે પોતાનાં સ્મરાવી ગઈ મુસ્કાન તમારી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance