STORYMIRROR

Nikunj Parmar

Romance

4  

Nikunj Parmar

Romance

મોરપિચ્છ બોલ્યું

મોરપિચ્છ બોલ્યું

1 min
22.7K

આજ એક મોરપિચ્છ બોલ્યું'તું સાનમાં,

વાસંતી વાયરે રાધા સમાય ગઈ કાન'માં.


વ્રજની નિજ-કુંજ 'ને કાલિંદીનો કાંઠો,

રાધા 'ને કાનનો જન્મોજન્મ નો નાતો.


મથુરા જવાને ડગ માંડ્યા છે કાને,

આખું ગોકુળ આજ ચડ્યું તોફાને.


આવનારા વિયોગથી રાધા રીસાણી,

કાનાની વેદના ના કોઈને સમજાણી.


વાંસળી 'ને ગાયોથી અગળો થઈને,

બન્યો એ યોદ્ધા સુદર્શન ધરીને.


સજળ નયને જોવે સૌ કાનાની વાટ,

રણ છોડી લીધી એણે દ્વારકાની વાટ.


દ્વારકાની પૂર્વે ના બારી એકે રાખી,

એ રીતે રાધાને હૃદયમાં અકબંધ રાખી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance