Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiren Maheta

Romance

4  

Hiren Maheta

Romance

નવરંગી શમણાં

નવરંગી શમણાં

1 min
23.1K


તારી આંખોમાં આંજેલા નવરંગી શમણાંઓ,

જવે છે દિવસ ને રાત,

તરસ્યા આ કાન મારા ઝંખ્યા કરે છે,

પેલી કિધેલી મીઠકડી વાત.


તારા સ્મિતનો ફુવાર મને ઘેરી વળે ને,

પછી ખેંચે છે તારી સમીપ,

જાત મારી ભૂલીને ગોતવા માંડું છું તને,

ખોલીને દરિયાની છીપ.


ઝંખના આ તારી મને પાગલ કરે,

હવે ઝૂરવાની હોય શું વિસાત ?

તરસ્યા આ કાન મારા ઝંખ્યા કરે છે,

પેલી કિધેલી મીઠકડી વાત.



શમણાંઓ દાબડીમાં છાની,

રાખો તો એમાં શું મારી કોઈ ધાડ ?

સપનાનો સુરમો હજી આંખે લગાડી દયો,

ખોલીને દિલના કમાડ,


આંખોના આંજણ કોઈ કામણ કરે છે,

હું તો ઝબકીને જાગુ મધરાત,

તરસ્યા આ કાન મારા ઝંખ્યા કરે છે,

પેલી કિધેલી મીઠકડી વાત.



નજરું ને આમતેમ ફેરવીને આછી,

શીદ સંતાવો છો પેલે પાર ? 

મનની આ અકળામણ ગૂંગળાવી નાખે,

સમજોને અમથું લગાર.


કહેવાનું હોય તે સાફ સાફ કહી દઈને,

ખુલ્લી કરી દયો જાત,

તરસ્યા આ કાન મારા ઝંખ્યા કરે છે,

પેલી કિધેલી મીઠકડી વાત.


Rate this content
Log in