Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiren Maheta

Fantasy

4  

Hiren Maheta

Fantasy

સપનાનો માળો

સપનાનો માળો

1 min
567


એલા, જીવતર તો સપનાનો માળો,

હારેલા-જીતેલા, વાવેલા-વીણેલાં,

સપનાનો એવો ગોટાળો કે મળતો નહીં ક્યાંય સરવાળો,

એલા, જીવતર તો સપનાનો માળો.


આડા ને ઉભા કંઈક સપનાઓ ગોઠવ્યા

અને ગોઠવ્યા કંઇક ભાગ્યના લેખ,

ખરા-ખોટાના કંઇક તણખાઓ ગોઠવ્યા,

એમાં સાંભળી શિખામણ અનેક,


ઝીણું-ઝીણું એ તમે કેટલુંય ગોઠવો

પણ આવે નહીં એનો કોઈ તાળો,

એલા, જીવતર તો સપનાનો માળો.


સુખડાના બીજડામાં દુખડાંઓ ઉગે

ને ધારણાઓ કેટલીય ભાંગે,

ખોબો ધરીને તમે ઉભા હો લેવામાં

ત્યાં એ જ વળી સામેથી માંગે, 


લીલાંછમ રસ્તાની આશામાં દોડો

ત્યાં પંથ હોય સુકો-પથરાળો,

એલા, જીવતર તો સપનાનો માળો.


જીતવાનું-જીવવાનું પરબીડિયું ખોલો

ત્યાં હારવાની હોય તૈયારી,

લમણે બે હાથ દઈ ઘેરે નિરાશા

ત્યાં પહોંચે કોઈ ફૂલની સવારી,


હિંમતનો હાથ કોઈ ખેંચી લે પાછો

ત્યાં વળગે કોઈ શ્વાસ હુંફાળો,

એલા, જીવતર તો સપનાનો માળો.


બાળપણના સપનાઓ મહોરી રે

ત્યારે અહીં ખડકાય આ યૌવનનો ભાર,

જેમ-તેમ હાંફીને પહોંચ્યા હોવ કાંઠે

ત્યાં સામે હોય દરિયો અપાર,


અંધારું પિતા આ પથ્થરો વચ્ચે ક્યાંક

મળતો કોઈ સૂરજ ઉજમાળો,

એલા, જીવતર તો સપનાનો માળો.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy