Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Hiren Maheta

Romance Fantasy Others

4  

Hiren Maheta

Romance Fantasy Others

એમ ફેંકો નાં રોજ ચોમાસું

એમ ફેંકો નાં રોજ ચોમાસું

1 min
362


ફેંકીને ફોરમથી મઘમઘતું ફૂલ તમે ભીતરને ભીંજાવ્યું ખાસું,

એમ ફેંકો ના રોજ ચોમાસું…


આંખોની વાતોમાં ફૂલડાં ઉતારો ત્યાં તરવરતાં અત્તરના તોર,

હોઠે બે વાત જો આવી ચડે તો ત્યાં ગુંજારવ કરતો કલશોર,

આમ હવે છેલાળા-છોગાળા થઈ અહીં દુનિયામાં કેમ પરખાશું ?

એમ ફેંકો ના રોજ ચોમાસું…


બોલ-બોલ ટહુકાઓ મીઠેરા મહુડાં ને મલકાતા ચહેરાનું વ્હાલ,

રોમ-રોમ આવીને બેઠેલા સારસ પણ અમને તો પૂછે સવાલ,

પજવતું, ખીજવતું, નીતરતું જાય મારી ભીતરનું આખું અગાસું,

એમ ફેંકો ના રોજ ચોમાસું…


તમને તો ટેરવાંએ આસવ રહી જાય, પણ અમને તો કેફ જઈ વળગે,

તમને તો ભૂલવા એ દીધેલા કૉલ, અહીં આખું અષાઢ જો ને સળગે,

તમને તો ગેલભર્યું ગાવું છે ગીત, પણ હાંફે ચડે છે મારા શ્વાસુ,

એમ ફેંકો ના રોજ ચોમાસું.


Rate this content
Log in