STORYMIRROR

Hiren Maheta

Romance

4  

Hiren Maheta

Romance

ધોધમાર વરસી લઈએ

ધોધમાર વરસી લઈએ

1 min
617

ધરતીને આભ જેમ અડકી લે હેતમાં,

એમ ટેરવેથી હળવું સ્પર્શી લઈએ,

ચાલ, ધારધાર ધોધમાર વરસી લઈએ.


ચોઘડિયાં - ટાણા તો વ્યવહારે હોય,

કોઈ લાગણીનું ના હોય ટાણું,

એને તો વહેવાનું ઝરણાંની જેમ

અને ગાતા રહેવાનું કોઈ ગાણું,


વર્ષાના બિંદુને અધરોમાં ઝીલવા,

ચાતકની જેમ હવે તરસી લઈએ,

ચાલ, ધારધાર ધોધમાર વરસી લઈએ.


ભડભડતા તડકાની લ્હાયભરી રેતને,

લથપથતી ભીંજવીને મુકીએ,

ગમતા અષાઢના આભલાની સાથે,

હવે ઉડવાનું કેમ કરી ચૂકીએ ?


ભેગા કરેલા એ મનગમતા સોણલાંને,

જિંદગીની પળ-પળમાં ખરચી લઈએ,

ચાલ ધારધાર ધોધમાર વરસી લઈએ.


તારી હથેળીમાં મારો આ હાથ લઇ,

વાદળની બાહોમાં પેસીએ,

રોમે-રોમ મહેંક-મહેંક ઉભરાતું જાય,

એમ અડકીને જોડાજોડ બેસીએ,


સારસની પાંખ લઇ આખું આકાશ આજ,

ઠેક લઈ હળવેથી અડકી લઈએ,

ચાલ ધારધાર ધોધમાર વરસી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance