લખવી છે પ્રેમની કવિતા તારા નામની...
લખવી છે પ્રેમની કવિતા તારા નામની...
લખવી છે પ્રેમની કવિતા તારા નામની...
લખવી છે પ્રેમની કવિતા તારા નામની...
કાયલ છું હું તારા હોઠોના મધુર હાસ્યનો,
જોવી છે મારા સ્વપ્નોની દુનિયા તારી આંખોથી,
લખવી છે પ્રેમની કવિતા તારા નામની...
શીતળતા છે તું મારા જીવનના ગ્રીષ્મના તાપની ,
છવાઈ છે તારા નજરની મીઠી કસક મારા હૃદય પર,
લખવી છે પ્રેમની કવિતા તારા નામની...
શોધું છું તારો સંગાથ જીવનની હરેક પળમાં,
કપરી લાગેછે હવે હર એક પળ તારા વિનાની ,
લખવી છે પ્રેમની કવિતા તારા નામની...
લખવી છે પ્રેમની કવિતા તારા નામની...
લખવી છે પ્રેમની કવિતા તારા નામની...
સજાવવું છે તારા હૃદયમાં મારા સ્વપ્નોનું ઘર,
ચાલવું છે જીવનપથ પર હાથોમાં તારો હાથ પરોવી,
લખવી છે પ્રેમની કવિતા તારા નામની...
ભીજાવું છે માંરે તારા પ્રેમના વરસાદમાં ,
બનાવવું છે સાક્ષી તુજને મારા જીવના સુખ દુઃખનું ,
લખવી છે પ્રેમની કવિતા તારા નામની...
ગાવા છે મીઠા પ્રેમના ગીતો તારે સંગાથે,
ભરવા છે સંસારના સુખો તારા શોહાગી સેથામાં,
લખવી છે પ્રેમની કવિતા તારા નામની...
લખવી છે પ્રેમની કવિતા તારા નામની...
લખવી છે પ્રેમની કવિતા તારા નામની...

