યાદ
યાદ
*નામ:-*અલકા પરમાર*
*ઉપનામ:-*મૌસમ*
*શીર્ષક:-*યાદ*
*રચના.......*
ના સમજ હતા અમે તો થઇ ગઈ અમારાથી ભૂલ,
*જાણે અજાણે* કરેલ ભૂલને લો આજ કરીએ અમે કબૂલ.
કેમ જાણે આજે અમને ખૂબ થઇ રહ્યો છે પછતાવો,
અમારા દિલની છે શુ હાલત એ જાણવા તો કોઈ દિવસ આવો.
ના સમજ હતા અમે તો થઇ ગઈ અમારાથી ભૂલ,
*જાણે અજાણે* કરેલ ભૂલને લો આજ કરીએ અમે કબૂલ.
મારા જીવનસાથી તમે મળજો ભાવોભવ અમને,
એમને રાખો ખુશ હંમેશા એવી પ્રાર્થના ઉપરવાળા તમને.
ના સમજ હતા અમે તો થઇ ગઈ અમારાથી ભૂલ,
*જાણે અજાણે* કરેલ ભૂલને લો આજ કરીએ અમે કબૂલ.
*જાણે અજાણે* પ્રિય તમારું દિલ જો મેં દુભાવ્યું તેથી કરજો માફ,
ભૂલથી પણ કોઈના હૈયાને પહોંચે મારાથી ઠેસ તો નાદાન સમજી રાખજો દિલ સાફ.
ના સમજ હતા અમે તો થઇ ગઈ અમારાથી ભૂલ,
*જાણે અજાણે* કરેલ ભૂલને લો આજ કરીએ અમે કબૂલ.
*હું અલકા પરમાર "મૌસમ" બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.*