આભાસ
આભાસ
*શબ્દ વાવેતર સાહિત્ય પરિવાર*
*પદ્ય વિભાગ*
*સૂચના: આપેલ વિષય રચનામાં ગાઢો કરીને લખવો.*
*નામ:*અલકા પરમાર*
*ઉપનામ:*મૌસમ*
*વિષય:- ભાસ*
*પ્રકાર:-*કાવ્ય*
*શીર્ષક:-*આભાસ*
*શબ્દ સંખ્યા:-*81*
*તારીખ:-*25/03/2025*
*રચના.......*
મૃગજળના જળ જોઈ જેમ થઇ રહ્યો છે આભાસ,
એમ હવે કોઈ નથી રહ્યા જીવનમાં કોઈના ખાસ.
જેમ જમવાના સ્વાદ સાથે જોઈએ સૌને પાણી અને છાશ,
તેમ પિયુ તમે રહો હંમેશાં પરિવારની આસપાસ.
બનવા માગું છું હું પણ સૌની ખાસ,
અગરબત્તી બળીને જેમ આપે છે સૌને સુવાસ.
અમે તો બનીને રહ્યા પીયુ હંમેશા તમારા દાસ.
નથી તમે અમારા એવો અંતર મનને થઈ રહ્યો છે *ભાસ.*
યાદગાર પળોનો એ *ભાસ* હતો કે આભાસ,
જે હોય તે પણ તે યાદો હતી જિંદગીમાં ખાસ.
*હું અલકા પરમાર "મૌસમ" બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.*
