લાગણી
લાગણી
કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રુપ
સ્પર્ધા નંબર : ૧૩૫
શબ્દ : લાગણી
રચનાનો પ્રકાર:પદ્ય
શરૂઆત આજે તમે કરો છો કે કરું હું,
ચાલો ઘડીક *લાગણીઓનો* હિસાબ કરી લઈએ.
મેં શું કર્યું તારા માટે?તે શું કર્યું મારા માટે ?
બસ આ હિસાબ કિતાબમાં હવે થાકી જવાય છે.
એકબીજાની *લાગણીઓના* હિસાબ કરતા કરતા,
નિર્દોષ પ્રેમનું કતલ કેમ કરી દેવાય છે.
હિસાબ કરે છે લોકો કેવો પોતાની *લાગણીઓનો,*
તો પછી બીજાની *લાગણીઓને* જ ભૂલી જવાય છે.
થાકી ગઈ હવે આ જૂઠી *લાગણીઓના* હિસાબ કિતાબથી,
ભૂલી જાવું છે એવી *લાગણીઓને* જ્યાં હિસાબની જ વાત કરાય છે.
✍️ હું *અલકા પરમાર "મૌસમ "* બાંહેધરી આપું છું કે આ રચના મારી સ્વર રચિત અને અપ્રકાશિત છે.
