STORYMIRROR

ALKA J PARMAR

Others

4  

ALKA J PARMAR

Others

ભાઈ - બહેન

ભાઈ - બહેન

1 min
0


શબ્દ : હુ અને તું
 
શીર્ષક:- ભાઈ-બહેન
 
 એક જ માતાના બાળકો બની આ ધરતી પર આવ્યા *હું અને તું*,
માતા-પિતાના બે અનમોલ રતન ભાઈ *હું અને તુ*.

સાથે રમ્યા, સાથે જમ્યા થઇ ગયા ક્યારે મોટા,
ભાઈ તમે સાથે રહી દેખાડ્યા સપના ખોટા.

જીવ કરતા પણ વ્હાલો તું ભાઈ છેતરી ગયો મને,
ના જણાવ્યું દુઃખ તારું હું શુ કહું આજ તને.

મોત સામે લડતા લડતા પણ તે છોડ્યો ના મારો હાથ,
ના બચાવી શકી ભાઈ હું તને તું છોડી ગયો મારો સાથ.

રહી ગઈ આ દુનિયામાં તારા વિના નોંધારી હું અને ચાલ્યો ગયો તું.
ફરિયાદ છે મારી વિધાતાને ક્યારે મળશુ ભાઈ *હું અને તું*.
 
      ✍️અલકા પરમાર "મૌસમ" 


Rate this content
Log in