STORYMIRROR

ALKA J PARMAR

Others

4  

ALKA J PARMAR

Others

ખેડૂત

ખેડૂત

1 min
10

શીર્ષક-" *ખેડૂત*"

કડકડતી ઠંડી પ્રખર ગરમી કે હોય ધોધમાર વરસાદ વરસતો,
 તો પણ ખેડૂત મહેનત કરી સૌના ઘરે ઘરે ધાન પીરસતો.

 પડે હજારો દુઃખ તો પણ ખેતીકામ સતત ચાલતું રહે,
 અતિવૃષ્ટિ થાય કે અનાવૃષ્ટિ કે રહે પંખીઓનો રંજાડ મુશ્કેલીઓનો સામનો કરતો રહે.

 ખેડૂત અનાજ પકવીને હંમેશા કરે છે જગતના જીવોનું પોષણ,
 આવા જગતના તાતનું ના થવા દેશો કદી કયાંય પણ શોષણ.

 શ્રમ એ જ જીવન છે એનું શ્રમ કરવાનો છે આનંદ એને,
 લહેરાતા પવનમાં જોવે મતલબ પાક ત્યારે નથી રહેતો આનંદનો પાર તેને.

પ્રકૃતિના ખોળામાં રહેવાની ખૂબ મજા સાથે તે ઉગાડે છે ચંદન,
 શ્રમિક જીવન જીવવાનો આનંદ છે જેને એવા ખેડૂત ને લાખ લાખ વંદન.

        ✍️ અલકા પરમાર "મૌસમ"


સામગ્રીને રેટ આપો
લોગિન