STORYMIRROR

ALKA J PARMAR

Others

4  

ALKA J PARMAR

Others

ભાઈ

ભાઈ

1 min
18



શીર્ષક :-ભાઈ 

ભાઈ તારી આ અણધારી વિદાઈ અમને બહુ વસમી લાગે છે,
ગામની એ ગલીઓ અમને તારા વિના સાવ સૂની લાગે છે.

તારા એ ઘરમાં જ્યાં તું સુખ દુઃખના સંભારણા છોડી ગયો,
તે ઘરમાં તારા વિના અમને સૌને એકલવાયું લાગે છે.

અંધારી રાત્રે તારા વિના ગામની ગલીઓ સુમસાન લાગે છે,
લાઈટના અજવાળે પણ ઘર અને ગામની ગલીઓમાં ઘનઘોર અંધારું લાગે છે.

એ ગલીઓમાં પગ મુક્તાની સાથે તારા હોવાના ભણકારા વાગે છે,
તું ક્યારે આવીશ એ આશે અમારા સૌની આંખલડી રાત રાતભર જાગે છે.

તું બેસી ગયો તસ્વીરમાં એ તસ્વીર જોઈ દિલ અમારું ખૂબ જ રડે છે,
ઈશ્વર તે ઘણું ખોટું કર્યું અમારી સાથે મારા ભાઈની ખોટ અમને બહુ પડે છે.


✍️ અલકા પરમાર "મૌસમ" વડોદરા


સામગ્રીને રેટ આપો
લોગિન