STORYMIRROR

ALKA J PARMAR

Others

4  

ALKA J PARMAR

Others

હું હારવા નથી આવ્યો

હું હારવા નથી આવ્યો

1 min
5

 *શીર્ષક:- હું હારવા નથી આવ્યો
*હું હારવા નથી આવ્યો,* હું તો તોફાનો સાથે લડવા આવ્યો છું, દરેક પડકારની આગમાં, મારા સપનાઓને ઘડવા આવ્યો છું.

 માર્ગમાં કાંટા હશે તો શું? હિંમતથી એને ચીરતો જઈશ, હજારો નિષ્ફળતા આવશે છતાં, ફરી ઊભો થઈને આગળ વધતો જઈશ.

 લોકો કહેશે “તું નહીં કરી શકે”, પણ હું મારા વિશ્વાસથી જવાબ આપીશ, મારી મહેનતના દરેક ટીપાંથી, સફળતાનું આકાશ રંગી દઈશ.

 અંધકાર ભલે ઘેરો લાગે, પણ દીપક બનીને બળતો રહીશ, હું હારવા નથી આવ્યો મિત્રો, હું જીતનો ઈતિહાસ લખવા આવ્યો છું.

 *નામ:-અલકા પરમાર "મૌસમ"


સામગ્રીને રેટ આપો
લોગિન