ઋણ કરજ
ઋણ કરજ
: ઋણ
કરજ માત્ર રૂપિયાનો ભાર નથી,
એ તો મન પર ચઢેલુ એક વાદળ છે.
હાસ્ય વચ્ચે છુપાયેલું દુઃખ,
અને ઊંઘમાં ઘૂસેલો એક કાંકર છે.
ઋણ ક્યારેક સપનાઓ માટે લેવાય,
ઘર,
શિક્ષણ કે જીવન ગઢાય.
પણ વ્યાજની સાંકળ ધીમે ધીમે,
આત્માની શાંતિને બાંધી જાય.
માથું ઊંચું રાખવું મુશ્કેલ બને,
જ્યારે હપ્તાની તારીખ નજીક આવે.
હાથમાં મહેનત હોવા છતાં,
નસીબ ક્યારેક પગ ખેંચી જાય.
પણ યાદ રાખ, અંધકાર સદાય રહેતો નથી,
સૂરજ ફરીથી આકાશ ચીરી નીકળે છે.
હિંમત અને પરિશ્રમ સાથે,
કરજનું પર્વત પણ ઓગળી શકે છે.
ઋણથી મોટું માનવ મન છે,
અને આશાથી મોટી કોઈ દવા નથી.
જે લડે છે સંજોગો સામે,
તેના જીવનમાં હાર કદી કાયમી નથી.
✍️અલકા પરમાર "મૌસમ" વડોદરા
