STORYMIRROR

ALKA J PARMAR

Others

4  

ALKA J PARMAR

Others

સુંદર ઘર

સુંદર ઘર

1 min
11

 કુદરતી સૌંદર્યની વચ્ચે હોય એક સુંદર મજાનુ ઘર,
 જેની આજુબાજુ વહેતું પાણી જાણે લાગે મૃગજળ.

 રંગબેરંગી રંગોથી રંગાયેલી હોય મારા ઘરની દિવાલ,
 એ ઘરમાં રહેનાર સૌ થઈ જાય માલામાલ.

 ઘરની આગળ પાછળ હોય સુંદર મજાના ઉંચા ઝાડ,
 જેના સૌંદર્યથી ઝાંખા પડે સૌથી ઊંચા ઊંચા તાડ.

 પંખીઓના કલરવ વચ્ચે ઘર લાગે સુંદર રળિયામણુ,
 ઘર આંગણે પંખી ચણ ચણતા સુંદર શોભે મારું આંગણું.

 જે ઘરમાં માતા પિતાની બાળકોના માથે છત્રછાયા હોય,
 તે ઘર જાણે ઘર નહી પણ સદાય લાગે સુંદર મંદિર હોય.

 અલકા પરમાર "મૌસમ"


સામગ્રીને રેટ આપો
લોગિન