STORYMIRROR

ALKA J PARMAR

Others

4  

ALKA J PARMAR

Others

ભાઇ

ભાઇ

1 min
0

શીર્ષક :-ભાઈ ભાઈ તારી આ અણધારી વિદાઈ અમને બહુ વસમી લાગે છે, ગામની એ ગલીઓ અમને તારા વિના સાવ સૂની લાગે છે. જે ઘરમાં જ્યાં તું સુખ દુઃખના સંભારણા છોડી ગયો, તે ઘરમાં તારા વિના અમને સૌને ખૂબ જ એકલવાયું લાગે છે. અંધારી રાત્રે તારા વિના ગામની ગલીઓ અમને સાવ સુમસાન લાગે છે, વીજળીના અજવાળે પણ ઘર અને ગામની ગલીઓમાં ઘનઘોર અંધારું લાગે છે. પિયરની ગલીઓમાં પગ મુક્તાની સાથે તારા હોવાના ભણકારા વાગે છે, તું ક્યારે આવીશ એ આશે અમારા સૌની આંખલડી રાત રાતભર જાગે છે. તું બેસી ગયો તસ્વીરમાં એ તસ્વીર જોઈ દિલ અમારું ખૂબ જ રડે છે, ઈશ્વર તે ઘણું ખોટું કર્યું અમારી સાથે મારા ભાઈની ખોટ અમને બહુ સાલે છે. ✍️ અલકા પરમાર "મૌસમ" વડોદરા


Rate this content
Log in