STORYMIRROR

ALKA J PARMAR

Classics

4  

ALKA J PARMAR

Classics

હોળી સંગ

હોળી સંગ

1 min
7

 સંગ


હોળી આવી રે ભાઈ હોળી આવી,
ધાણી, ખજૂર, ચણા અને હાઇરા લાવી.

હોળી આવી હોળી સંગ ધુળેટી આવી,
રંગબેરંગી રંગોનો સૌના માટે તહેવાર લાવી.

ભક્ત પ્રહલાદ અને હોલિકાની યાદો લાવી,
સાથે અસત્ય પર સત્યનો વિજય લાવી.
 
નાના મોટા સૌના માટે ખુશીઓનો ખજાનો લાવી,
લાલ, ગુલાબી રંગો સાથે બાળકોની પિચકારી લાવી.

રૂડી રૂપાળી વસંત લાવી ફાગણની ફોરમ લાવી,
કેસુડાના રંગો સાથે ખેલતા ખેલૈયાઓનો ઉમંગ લાવી.
 
✍️અલકા પરમાર "મૌસમ" વડોદરા


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics