STORYMIRROR

Varsha Tanna

Inspirational Classics

4  

Varsha Tanna

Inspirational Classics

મારી પરીરાણી

મારી પરીરાણી

1 min
26.7K


મારે ઘરે આવી મારી નાનકડી પરીરાણી,

હું તો જાઉં જાઉં વારીવારી નાનકડી પરીરાણી.

 

ઊંચા આભેથી આવી ચાંદાનું તેજ લઇ આવી,

મેઘધનુની નાવમાં બેસી રંગોની રંગોળી લાવી... મારી પરીરાણી

 

આખો દિ' હું એને જોતી મારા મનનું એ મોતી,

મારા પ્રેમલ મંદિરની બની એ નાનશી જ્યોતિ... મારી પરીરાણી

 

જાણે એતો ફૂલોની ઢગલી ભરે એતો નાની પગલી,

શબ્દ અને મૌનના ગાનમાં માંડી એણે નાની ડગલી... મારી પરીરાણી


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational