ખમ્મા ખમ્મા
ખમ્મા ખમ્મા
1 min
13.7K
આવ રે વરસાદ તુને ખમ્મા ખમ્મા
રાજાનો રાજિયો તુને ખમ્મા ખમ્મા
વાદળ સેના આભમાં બોલે
વીજળી રાણી ચમકતી ડોલે
ડુંગરે ચુંબન ને અવનિને આલિંગન
હરખની હેલી તુને ખમ્મા ખમ્મા...
શમણાંનું સ્મિત પાંપણમાં સમાયું,
મૌનનું સ્પંદન હોઠમાં ઊભરાયું.
ગમતીલા શબ્દોને રમતીલા સૂર,
પડ્યો સાજનનો સાદ તુને ખમ્મા ખમ્મા...
સુગંધની પટારી સાજને ખોલી
ભીની હતી હવે લથબથ કોળી
રોમ રોમમાં ઉગ્યું ઉજાગરાંનું ઘેન
સ્પર્શનું શણગાર તુને ખમ્મા ખમ્મા...
