STORYMIRROR

Varsha Tanna

Others

3  

Varsha Tanna

Others

જેવું

જેવું

1 min
14.1K


સંબંધોનું તો એવું ભાઈ ઉડતાં પતંગ જેવું,
કાબરચિતરા રંગો પહેરી આકાશે વિહરવું.

આમતો સાથે ઉડતા જાયે એકમેકમાં એ પોરવાયે,
શબ્દોની કાની બાંધીને અદ્ધરતાલે એ અટવાયે,
એકમેકની સાથે તોયે એકલા એકલા રહેવું…

કાપાકાપીને ગુંચવાડો એકમેકનો છૂટ્યો સથવારો,
પૂછીને લગાવ્યો પેચ તો લાગણીએ કીધા સંથારો,
રંગ બદલાયે તોયે કાગળની માયા જેવું…

રંગરાગની માયા તોયે ઉંચે ઉંચે ઊડે,
પળમાં કપાય દોરી રક્ત જરીના ઊડે,
કપાય તોયે અકબંધ ઈશ્વરની માયા જેવું…


Rate this content
Log in