STORYMIRROR

Varsha Tanna

Inspirational Classics Romance

3  

Varsha Tanna

Inspirational Classics Romance

ઇટ્ટાકિટ્ટા....

ઇટ્ટાકિટ્ટા....

1 min
26.7K


ચાલ, આપણે રમીએ થોડું ઇટ્ટાકિટ્ટા,

હું થોડું રિસાઉં તું થોડું કંઇક બોલ!

જીવતરની પાટી પર કરીએ નોખાં લીટાં.

સમજણની વાડ કૂદાવી ને લખીએ ગીત સાવ નોખું,

શબ્દો ને મૌન પંખીની જાત ઉડવા દઈએ એને પાંખું.

તું તારા માનમાં હું મારા ગાનમાં,

ઉજાગરાના અવસર લાગે મીઠાંમીઠાં.

જીવતર હોય કે પાટી ધૂળ ઉડાડીએ કંઈક એવી,

આંખ મીંચામણાંના સેતુ પર પગલી માંડીએ એવી.

પ્રીતની વાત હોય જીતની વાત હોય,

રીસના કસુંબા પીએ ખાટાંમીઠાં,

થોડું થોડું રમ્યા ને થોડું થોડું ગમ્યા,

હાથ પકડી એકમેકનો થોડું થોડું લાડ્યા.

સ્મિતનો ગુલાલ હોય કે આંસુનો સવાલ હોય,

મારી આંખોમાં મલકે શમણાં તારા ખાટામીઠાં!

તો કહી દે કેમ કરવા મારે ઇટ્ટાકિટ્ટા?

જા નથી કરવા મારે ઇટ્ટાકિટ્ટા

નથી કરવા મારે ઈટ્ટાકિટ્ટા...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational