જોવા દે મને
જોવા દે મને
છે હૃદયમાં ભાવ, જોવા દે મને,
ભીતરી એ ઘાવ, જોવા દે મને,
ના શરત છે પ્રેમમાં, જાણી હવે,
છે ધરા ઉપજાવ, જોવા દે મને,
કાયમી દઈ સાથ દોસ્તીને નિભાવ,
સ્નેહ કેરો ભાવ, જોવા દે મને,
ના ડગે મઝધારમાં તોફાનથી,
પાર કરવા નાવ, જોવા દે મને,
ના કદી આભારનો આભાસ દે,
દોસ્ત, ના શરમાવ, જોવા દે મને,
ભૂલ મારી ક્ષમ્ય ગણ ને પુષ્ટ કર,
યાર સાચો લ્હાવ, જોવા દે મને,
પુષ્પ થઈને પ્રેમનો પમરાટ દે,
સ્નેહ કેરો સ્રાવ, જોવા દે મને.
