Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deviben Vyas

Classics Others

4  

Deviben Vyas

Classics Others

મુશ્કેલ લાગે

મુશ્કેલ લાગે

1 min
227

આપણાનો હોય જો આઘાત, એ મુશ્કેલ લાગે.

સ્વાર્થ રાખી હો કરેલી વાત, એ મુશ્કેલ લાગે.

આંખ મળતાં આંખ ઝૂકે, જ્યાં શરમથી એકમેકે,

દે અગર જે એક મોટી ઘાત, એ મુશ્કેલ લાગે.

પ્રેમ પણ નિ:સ્વાર્થ ભાવે, હો કરેલો દિલ લગાવી,

પણ બતાવે એ જ ખુદની જાત, એ મુશ્કેલ લાગે.

દ્વેષ, ઈર્ષા, મોહવશ, રોકાણ હો સંબંધનું જ્યાં,

પૂર્ણ કરતાં જે ફકત બસ ખાંત, એ મુશ્કેલ લાગે.

થઇ સરળ ને વિચરણ કરવું, એ અધિક જ્યાં દોહ્યલું હો,

ભાવ જ્યારે હોય ના ઉદ્દાત, એ મુશ્કેલ લાગે.

કાગડાની જાત કાળી,હોય બગલાની સમો વ્યવહાર એનો,

એ કપટ સંગાથ મળતી નાત, એ મુશ્કેલ લાગે.

આપણાં માની અને જ્યાં દોડતાં મનથી સદાયે,

પણ અલગ અંદાજ આપે ભાત, એ મુશ્કેલ લાગે.

Rate this content
Log in

Similar gujarati poem from Classics