કંકણ
કંકણ


ચૂડીના નામના છે અસંખ્ય અવતાર
ક્યાંક શોભા તો ક્યારેક કરે તારતાર
સૌભાગ્ય દુર્ભાગ્યનું ચિહ્ન કેવુંક કટક
કન્યા સજી કર કંગન કરે લટક મટક
શું પહેરી તમારી જેમ બંગડી અમે?
સમજો છો શું અમને બાયલા તમે ?
બલૈયું વીરાંગના શણગાર અલંકાર
કામિની કાંડે કચકડું કલ્લું ચક્રાકાર !
ગ્રહી પડે પડછાયો ચાંદનો સૂર્ય પર
તાપે કંકણાકૃતિ આગ જ્વાલા તાપર
કંગણ મોકલી નેતાને આપતા સંદેશ
આપવા અગમના એંધાણનો અંદેશ
ચૂડીના નામના છે અસંખ્ય અવતાર
બંગડી વિધવિધ નામ આપ્યો ચિતાર.