STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Classics

3  

Meenaz Vasaya. "મૌસમી"

Classics

અતીત

અતીત

1 min
164

અઘરું છે અતીતને ભૂલવું

ક્યારેક મીઠું મધુરું ગીત બની દિલ બહેલાવે અતીત

તો ક્યારેક કડવું વખ ઘોળી જીવન ઝેર જેવું બનાવે આ અતીત


કેટલાય કિસ્સા મનભાવન

તો કેટલાય દર્દ ભર્યા

કેટલાય હંસી ખુશી ભર્યા

તો કેટલાય આંસુઓથી ખરડાયેલા


ક્યાંક કોઈએ દીધેલો ઘાવ છે

તો કોઈએ લગાડેલો મલમ છે

જાણે અતીત એક ચલચિત્ર છે


ક્યારેક થાય આ ટુકડાને

મારા અસ્તિત્વથી અલગ કરી દઉં

ક્યારેક થાય હવામાં ફંગોળી દઉં

પણ એ ક્યાં મારો સાથ છોડે છે


જેમ ફૂલમાં ખુશ્બુ રહે

એમ એ મારા માં રહે છે

અતીત હદયમાં ઘર બનાવી ને રહે છે

હૈયાના ઘરને એ ક્યાં ખાલી કરે છે


બસ આમ હદયની દીવાલોને ખોખરી કરી નાખે છે

મનના ભોંયતળિયાને બોદુ કરી નાખે છે

જીવન ઇમારતને ખોખલી કરી નાખે છે


આ અતીતને કેમ કાઢવો હૈયેથી ?

એ તો વણ નોતર્યા મહેમાન જેવો

ગમે ત્યારે આવી ચડે

પજવણી કર્યા કરે


Rate this content
Log in

Similar gujarati poem from Classics