STORYMIRROR

Hitesh Chavda

Inspirational Classics

4  

Hitesh Chavda

Inspirational Classics

કયામત અફવા નીકળી

કયામત અફવા નીકળી

1 min
27.5K


જે સત્ય કહેવાતી તે વાત અફવા નીકળી,

છેવટે આ માણસ જાત અફવા નીકળી.

માણસ થઈ માણસને કાપી જે લૂંટતા રહ્યા,

જીવનઅંતે એ અમીરાત અફવા  નીકળી.

એ આવવાનું કહી ફરી ક્યારેય ન આવ્યો,

જગ સમક્ષ ઇસ્વરની કબૂલાત અફવા નીકળી.

સદીઓથી જે ડરાવતી આવે છે આદમ જાતને,

‘હિતેશ’ એ અણદેખી કયામત અફવા નીકળી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational