STORYMIRROR

Hitesh Chavda

Inspirational

3  

Hitesh Chavda

Inspirational

જિંદગી

જિંદગી

1 min
13.4K


રોજ કંઈક ખોટું કરવામાં વણાયેલી જિંદગી,
સત્યને નીતિમત્તાના પાઠે ભણાયેલી જિંદગી.

ભલા કોણ આવશે હવે છેતરવાને અમને,
મીઠા ને કટુ અનુભઓથી ચણાયેલી જિંદગી. 

કયામત પણ હવે ના એને મિટાવી શકશે,
આ છે પરછેવાની સોડમથી કમાયેલી જિંદગી. 

હવે ક્યાંય નહીં નીકળી શકીયે આ આંખોમાંથી,
કે કાયમ માટે આ સાગરમાં સમાયેલી જિંદગી.

હવે કેમ કરી ઊડવું આ આકશમાં,
છે પ્રિયેની આંખો નીચે દબાયેલી જિંદગી.

છે સાવ આસાન ને તોય નહીં સમજાતી,
છે આ હર એકનાં કંઠે ગવાયેલી જિંદગી.

કોરીને કટ છે આ સાવ ઉદાસ જિંદગી,
પ્રેમના અનોખા રંગોથી રંગાયેલી જિંદગી. 

'હિતેશ' હું ચાહુંને ક્યાં અંત પામું છું,
છે આ કુદરતના હાથે લખાયેલી જિંદગી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational